મેઘપર બોરીચીના સોનલનગર વિસ્તારમાં યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ગાંધીધામના મેઘપર બોરીચીના સોનલનગર વિસ્તારમાં 36 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ પોતાનાં જીવન ટૂંકાવ્યો હતો. મેઘપર બોરીચીના સોનલનગર વિસ્તારમાં મકાન નંબર 378-બીમાં રહેનાર યુવાન ગત તા. 21-7ના રાત્રે પોતાના ઘરે હતો. તે દરમ્યાન તેણે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનાં જીવનનો અંત આણ્યો હતો. પોલીસે વિગતો આપતાં કહ્યું હતું કે, આ યુવાનની પત્નીએ એસિડ પી લેતાં તેમને સારવાર માટે લઇ જવાયા હતા. બાદમાં યુવાને ઘરે આવીને અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.