કાનભેર હત્યા કેસમાં એક આરોપીના જામીન મંજૂર
copy image

રાપર તાલુકાના કાનભેરની સીમમાં ફાયરિંગ અને હત્યા પ્રકરણમાં હજુ ત્રણ આરોપી પોલીસની પકડમાં આવ્યા નથી તેવામાં એક આરોપીના જામીન મંજૂર થયા હોવાનું બહાર આવ્યું હતું. જોધપરવાંઢ અને કાનમેર વચ્ચે આવેલા ઘુડખર અભ્યારણ વિસ્તારમાં જૂના મીઠાના કારખાના પાસે ગત તા. 13/5ના ઢળતી બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો જેમાં મગન સુજા ગોહિલે 17 શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવમાં ફાયરિંગમાં ઘવાયેલા દિનેશ કોળી નામના યુવાનનું મોત થયું હતું. પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડયા હતા. જો કે, હજુ પણ દિલીપ અયાચી, કાજા અમરા રબારી અને ભચાઉ પાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ નામના શખ્સો પોલીસની પકડમાં આવ્યા નથી અને નાસતા ફરે છે. આ કેસમાં માં જેલમાં રહેલા એન. આર. ગઢવીએ જામીન ઉપર મુક્ત થવા કોર્ટમાં અરજી કરી હતી જેમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને જામીન ઉપર મુક્ત કરાયા હોવાનું બહાર આવ્યું હતું. આ કેસના ત્રણ નાસતા-ફરતા આરોપીઓ ગમે તે કારણે પોલીસના સંકજામાં આવ્યા નથી.