માધાપરમાં માતાજીના મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

copy image

copy image

માધાપરના જુનાવાસમાં એક ઇસમે મંદિરને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.જેમાં રાતના  દોઢ વાગ્યાના અરસામાં મોમાય ચામુંડા માતાજીના મંદિરના દરવાજાનો નકુચો તોડ્યા બાદ અંદરનો લોક ન ખુલતા ઈસમ ખાલી હાથે પાછો ફરતો હોવાની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ જુનાવાસમાં આવેલ રાઠોડ ગોઠી ભાઈઓના કુળદેવી મોમાય ચામુંડા માતાજીના મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.ચોરી કરવા આવેલ ઈસમ નવા બનેલા સ્વામીનારાયણ મંદિરમાં લગાડેલ કેમેરામાં દેખાયો હતો.ગત 3 ઓગષ્ટના રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ઈસમ એક બેગ સાથે ગલીમાંથી આવતો દેખાય છે.મંદિરના દરવાજા પાસે બેગ મૂકી આસપાસ નજર કર્યા બાદ કોઈ સાધન વડે મુખ્ય દરવાજાનો નકુચો તોડે છે અને અંદર જવાનો પ્રયાસ કરે છે.જોકે મંદિર અંદરનો લોક ન ખુલતા આ ઈસમ પોતાનો બેગ લઇ છ મિનીટમાં પરત ફરતો દેખાય છે.જે બાદ સવારે મંદિરે પૂજા કરવા માટે આવેલા પુજારીએ દરવાજાનો નકુચો તૂટેલો જોતા ગામના અગ્રણી અરજણભાઈ ભુડીયા, રમેશભાઈ કારા સહિતનાઓને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા.અને ઘટના અંગે માધાપર પોલીસને જાણ કરવામાં આવી હતી તેમજ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી.