રાપરમાં 30 હજારના શરાબ સાથે એક ઝડપાયો

copy image

copy image

રાપર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ દરમિયાન પ્રાગપર જતા. રોડ પર આવી ત્યારે બાઇક પર દારુ લઇ જતા નારાણ જેસાભાઈ કોલીને પકડ્યા બાદ સહઆરોપીઓએ ગાયોને બાંધવાના વાડામાં ઘાસચારા નીચે પણ વિદેશી દારૂ છુપાવ્યો હોવાનું જણાવતાં ત્યાં પણ તલાશી લઈ રૂ.30,900 ની કિંમતના વિદેશી શરાબની 309 બોટલો જપ્ત  કરી નારાણની ધરપકડ  કરી હતી જ્યારે મેહુલ કાનજી કોલી અને રમેશ ભીખાભાઈ ભરવાડ હાજર મળ્યા ન હતા. પોલીસે ત્રણે વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.