અંજારમાં જાહેરમાં આંકડો લેનાર ઈસમ ઝડપાયો
copy image

અંજારના સવાસર નાકા નજીક અંજારમાં આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડી રોકડ રૂા. 950 હસ્તગત કર્યા હતા. અંજારના સવાસર નાકા નજીક રિક્ષા સ્ટેન્ડ પાસેથી સકરાણી શેરી બોર્ડિંગ ફળિયામાં રહેનાર વિક્રમ દિલીપ ભીંડે (ઠક્કર)ને પોલીસે બપોરના અરસામાં પકડી પાડયો હતો. આંકડાનું સાહિત્ય લઇને લોકો પાસેથી જાહેરમાં આંકડો લેતા આ શખ્સને પકડી પાડી રોકડ રૂા. 950 જપ્ત કરાયા હતા. દર વખતની જેમ આ વખતે પણ નાની માછલી જ પોલીસના હાથમાં આવી હતી, જ્યારે મોટા માથા આબાદ રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.