ગાંધીધામ નજીક ઓવરબ્રિજ પરથી નીચે પટકાતાં યુવાનનું મોત

copy image

copy image

ગાંધીધામ  નજીક ચુંગીનાકા પાસે ઓવરબ્રિજ ઉપરથી નીચે પટકાતાં દાઉદ ઈબ્રાહીમ  ખાર (ઉ.વ. 40) નામના યુવાનનું મોત નીપજયુ  હતું. વરસામેડીના ગાયત્રી હોમમાં રહેનાર દાઉદી નામનો યુવાન અમદાવાદ સાબરમતી જેલમાંથી પેરોલ ઉપર છૂટીને અહીં આવ્યો હતો. ગત તા. 4/8ના રાતના અરસામાં દારૂ પીધેલી હાલતમાં ઘરેથી તે નાસી ગયો હતો. બાદમાં ગાંધીધામ નજીક ચુંગીનાકા પાસેના ઓવરબ્રિજ ઉપર ચડયો હતો, ત્યાંથી તે નશાની હાલતમાં ઉપરથી નીચે પટકાયો હતો, જેમાં નીચે પડેલા પથ્થરો ઉપર પડતાં તેને માથાં સહિતની જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત નીપજયું હતું. આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.