જૂના કટારિયામાં ઘર પાસેથી 1.40 લાખનાં વાહનની ઉઠાંતરી

copy image

copy image

ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામે ઘરની સામે પાર્ક કરાયેલ રૂા. 1,40,000ની બોલેરોની ઇસમોએ ચોરી કરી હતી. જૂના કટારિયામાં શક્તિનગર વિસ્તારમાં રહેતા તેજુદાન હિંગોળદાન ગઢવીએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી યુવાને વર્ષ 2009ની મોડેલની બોલેરો ગાડી બે વર્ષ પહેલાં ખરીદી હતી. ગત તા. 1-8નાં પોતાના ઘરની સામે સાર્વજનિક પ્લોટમાં આ યુવાને ગાડી પાર્ક કરી રાત્રે સૂઇ ગયા હતા. બીજા દિવસે સવારે વાહન ગુમ જણાયું હતું. ગાડીની ચાવી ઘરમાં જ પડી હતી. વાહનના ચીલા પાછળ-પાછળ જતાં આ ગાડી અજંતા બ્રિજ બાજુ ગઇ હોવાનું સામે આવ્યું હતું. ઇસમોએ  રૂા. 1.40 લાખની આ ગાડી ગમે તે રીતે ચાલુ કરી હંકારી ગયા હતા. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.