રતડિયાની કંપનીના પાવર સબ સ્ટેશનમાંથી ચોરાયેલા કોપર વાયર સાથે પાંચની ધરપકડ

copy image

copy image

નખત્રાણા પોલીસના ઘડાણી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસે રતડિયા ગામની સીમમાંથી એક બોલેરો પીકઅપને રોકી તપાસ  લેતાં તેમાંથી ખાનગી કંપનીના પાવર સબ સ્ટેશનમાંથી ચોરી કરેલો કોપર વાયરનો જથ્થો મળી આવતાં પોલીસે પાંચ શખ્સોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ.૩.૦૩ લાખનો મુદ્દામાલ હસ્તગત  કર્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ કર્મચારીઓ દ્વારા ઘડાણી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે પી. એસ.આઈ. આર.ડી. બેગડિયા. એએસઆઈ પિન્કરાજસિંહ સોલંકી, વેરશીજી ઠાકોર, કુંપાભાઈ ચૌધરી અને લક્ષ્મીબેન ચૌધરીને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસે રતડિયા ગામની સીમમાં વોચ ગોઠવી હતી.જેમાં બાતમીવાળી બોલેરો પીકઅપ નીકળતા પોલીસે રતડિયા ફાટક પાસે તેને આંતરી તપાસ  લેતાં તેમાંથી રૂ.૯૭,૫૦૦ની કિંમતનો ૯૫૦ મીટર કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો. આથી બોલેરો પીકઅપમાં બેઠેલા શખ્સોની પૂછપરછ કરતાં આ જથ્થો રતડિયા ગામમાં આવેલી અદાણી કંપનીના પાવર સબ સ્ટેશનમાંથી ચોરી કર્યાની કબૂલાત આપતાં પોલીસે બોલેરો પીકઅપ, ચોરાઉ વાયર, ૪ મોબાઈલ મળી કુલ રૂ.૩,૦૩,૫૦૦નો મુદ્દામાલ જપ્ત  કર્યો હતો. પોલીસે વરનોરાના અકબર જખરા મોખા, જુમા દાદુ મોખા, સબીર અલીમામદ મીંઢા, સબાન જાકબ કકલ અને અલતાફ જાકબ કકલની અટક કરી હતી.