અંજારના ઠગાઈના ગુનામાં નાસતો,ફરતો ભીમાસરનો આરોપી ઝડપાયો
પૂર્વ કચ્છ એલસીબીએ અંજારના ઠગાઈના ગુનામાં નાસતા, ફરતા ઈસમ અંગે મળેલી બાતમીના આધારે ગાંધીધામમાં વોચ ગોઠવી આરોપીને પકડી પડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પૂર્વ કચ્છ એલસીબીના પી.આઈ. એન. એન.ચુડાસમા, પી.એસ.આઈ. એમ. વી.જાડેજા તથા સ્ટાફના પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે પોલીસે ગાંધીધામમાં વોચ ગોઠવી હતી, જેમાં અંજારના ઠગાઈના ગુનામ નાસતો, ફરતો અંજારના ભીમાસ્ (ચકાસર) રાજેશ રવજીભાઈ ઔદિઃ (બાહ્મણ) (ઉ.વ.૩૨)ને પકડી પડ્યો હતો. શખસ સામે આગળની કાર્યવાહી હાથ ધરવા અંજાર પોલીસને સોંપવામાં આવ્યો હતો.