ભુજના આશાપુરા મંદિર પાસેથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો
ભુજના આશાપુરા મંદિર પાસે એક શખ્સ શંકાસ્પદ બાઈક સાથે ઊભો હોવાની બાતમી પરથી પશ્ચિમ કચ્છ એલસીબીએ તાત્કાલિક વર્કઆઉટ કરી ચોરાઉ બાઈક સાથે મૂળ બિદડાના શખ્સને ઝડપી લઈ ગાંધીધામ એ ડિવિઝન પોલીસના બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ભુજના આશાપુરા મંદિર પાસે આવેલ સલૂનની બાજુમાં એક શંકાસ્પદ શખ્સ બાઈક સાથે ઊભો હોવાની બાતમી નેત્રમ સીસીસટીવી પ્રોજેકટ અંતર્ગત તેમજ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પશ્ચિમ કચ્છ એલસીબીના પી.આઈ. એસ.એન. ચુડાસમા, પી.એસ.આઈ. ટી.બી.રબારી તથા સ્ટાફે તાત્કાલિક વર્કઆઉટ કરી બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી શંકાસ્પદ શખ્સને દબોચી લીધો હતો. પકડાયેલા શખ્સની પૂછપરછમાં ભુજના વોરા ફળિયા, ખત્રી ચકલામાં રહેતો અને મૂળ માંડવીના બિદડા ગામનો મામદ સિધિક લોઢિયા (ઉ.વ.૪૫) હોવાનું અને તેની પાસે રહેલી બાઈક અંગે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવતા પોલીસે બાઈક અંગે ખરાઈ કરી હતી.