માધાપરમાં કેબિનનાં તાળાં તોડી ચાર હજારના મુદ્દામાલની ચોરી
ભુજ તાલુકાના માધાપરમાં આવેલી પાન-બીડીની કેબિનનાં તાળાં તોડી રોકડ સહિત કુલ રૂા. 4,455ના મુદ્દામાલની કોઈ ઈસમે ચોરી કરી હોવાની ફરિયાદ માધાપર પોલીસ મથકે નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, જૂનાવાસમાં આવેલી કેબિનનાં તાળાં તોડી કોઈ ઈસમે રોકડા રૂા. 1,800, બીડી, ગુટખાના પેકેટ તથા ચોકલેટની થેલીઓ મળી કુલ રૂા. 4,455ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.