ચેક પરતના કેસમાં અંજારના આરોપીને એક વર્ષની કેદ

copy image

copy image

ચેક પરતના કેસમાં અંજારના આરોપી વિનોદકુમાર ભચુલાલ ઠક્કરને જ્યુડિશિયલ કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા તથા રૂા. 6 લાખ વળતર પેટે ચૂકવવા હૂકુમ કર્યો હતો. ફરિયાદી રમણીકલાલ અમીચંદ ઠક્કરે આરોપી એવા કૌટુંબિક સંબંધી વિનોદકુમારને ધંધા માટે રૂા.પાંચ લાખની મદદ કરી હતી, જેના પેટે અપાયેલો ચેક પરત ફર્યો હતો અને મામલો અદાલતના દ્વારે પહોંચ્યો હતો. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને એક વર્ષની કેદની સજા તથા વળતર પેટે છ લાખની રકમ એક માસમાં ચૂકવવા અને જો તેમ કરવામાં ચૂક થાય તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી વકીલ અવનીશ જે. ઠક્કર તથા સલીમ એસ. ચાકી હાજર રહ્યા હતા.