બારોઈમાં જાહેરમાં રમતા છ ખેલી ઝડપાયા
મુંદરા તાલુકાના બારોઈમાં જાહેરમાં રમતા છ ખેલીને મુંદરા પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 15,430 જપ્ત કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બારોઈમાં આવેલા ગાયત્રીનગરની શેરીમાં દીવાબત્તીના અજવાળા તળે જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા મહેશ શાંતિલાલ રાજગોર, લાખુભા ઉમેદસિંહ જાડેજા, રવિરાજસિંહ ઉર્ફે રવુભા મુરુભા જાડેજા, કાનજી રાણા રબારી, જશરાજ કરસન ગઢવી અને દિલાવરસિંહ ઉર્ફે દિલીપસિંહ ચંદ્રસિંહ જાડેજાને ઝડપી પડાયા હતા. તેમની પાસેથી રોકડા રૂા. 15,430 હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.