જૂની મોટી ચીરઈ નજીક ક્રેનની હડફેટે આવતા યુવાનને જીવ ગુમાવ્યો
ભચાઉ તાલુકાના જૂની મોટી ચીરઈ નજીક હાઈડ્રા ક્રેનએ હડફેટમાં લેતાં પગપાળા જતા મોહન કમાભાઈ કોળી (ઉ.વ.42) નામના યુવાનનું મોત નીપજયું હતું .જુની મોટી ચીરઈમાં રહેનાર ફરિયાદી બાબુ કોળી તેમના મોટાભાઈ મોહન અને દિકરો સુમિત ગામમાં તેમના કુટુંબી કાકાનું અવસાન થતાં તા.3/8ના અંતિમવિધિમાં ગયા હતા. ત્યાંથી આ ત્રણેય પરત પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે રેલ્વે બ્રીજ જતાં સર્વીસ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. પાછળથી આવનાર હાઈડ્રા ક્રેનએ મોહન કોળીને હડફેટમાં લઈ તેનો ચાલક નાસી ગયો હતો. આ બનાવમાં યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો.