અંજારમાં સરકારી તબીબને માર મારતાં પોલીસ ફરિયાદ

copy image

copy image

અંજારની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા ઇસમે  સરકારી તબીબને માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી. બાદમાં પોલીસ આવતાં પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. અંજારની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ-બેના અધિકારી ફરિયાદી એવા તબીબ ડો. રોબીનસિંહ પ્રતાપસિંહ રાઠોડ ગત તા. 6/8ના રાતના અરસામાં  પોતાની ફરજ ઉપર હતા ત્યારે તેમની સાથે નર્સ દુર્ગાબેન ગુજરિયા, સંતોકબેન ચાવડા તથા અમરતભાઇ ફરજ ઉપર હાજર હતા તેવામાં કુકમાનો રહીમ મામદ નોડે ત્યાં આવ્યો હતો. આ દર્દીને કપાળના ભાગે લાગેલું હોવાથી તબીબે તેને ઇમરજન્સી રૂમમાં બેસવા જણાવ્યું હતું. દરમ્યાન, આ ઇસમે  ઉશ્કેરાઇ ગયો હતો અને તું મને ઓળખતો નથી હું કોણ છું તેમ કહી ગાળાગાળી કરી હતી. આ ઈસમ  માથાકૂટ કરતાં ફરિયાદી ઓફિસમાં જઇ પોલીસને ફોન કરતાં તેમની પાછળ પાછળ આ ઈસમ આવ્યો હતો. કોલર પકડી તબીબને માર માર્યો હતો. તેવામાં નર્સિંગ સ્ટાફે વચ્ચે પડીને ફરિયાદીને છોડાવ્યો હતો. થોડીવાર બાદ અંજાર પોલીસના જીતુદાન ગઢવી અને વિહાભાઇ પરમાર ત્યાં આવતાં આ ઈસમને સમજાવવા જતાં તેમની સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ   ધરી હતી.