ભુજના નવ લોકો સાથે રૂ.૨.૭૭ લાખની  ઠગાઇ કર્યા ની ત્રણ ફરિયાદ

copy image

copy image

ભુજમાં લોન અપાવવાની લાલચ આપી તેના પેટે ટુકડે-ટુકડે રૂા. 2.77 લાખ પડાવી લેવાના જુદા-જુદા ત્રણ મામલા ભુજ બી-ડિવિઝન પોલીસ મથકના મથકે  નોંધાયા હતા સૂત્રો દ્વારા મળતી  માહિતી મુજબ, આરોપી અકરમ સુમરા અને તેની પત્ની નોશીન સુમરાએ ભુજના શીલાબેન ગોપીભાઈ અઘારિયાને સરકારી બેંકમાંથી રાહત દરે લોન કરાવી આપવાનું કહી જુદા-જુદા સમયે રૂા. 89,500 તથા તેમના સગા સંબંધીઓ પાસેથી રૂા. 41,500 એમ કુલ રૂપિયા 1,31,000 પડાવી લીધા હતા. જ્યારે નારાયણભાઈ રાજુભાઈ બોહિતને પણ અકરમ અને તેની પત્નીએ લોન અપાવવાની લાલચ આપી ટુકડે-ટુકડે રૂા. 50,000 તથા તેમના મિત્રના માતા પાસેથી રૂા. 32,200 એમ કુલ રૂા. 82,200 મેળવી લીધા હતા. વધુ એક છેતરપીંડીના કિસ્સામાં અકરમે ગોવિંદભાઈ રતનભાઈ સરપટાને પણ રૂપિયા આઠ લાખની લોન અપાવવાના બહાને લોન ચાર્જના નામે વિવિધ તારીખો દરમિયાન રૂા. 50,850 તથા સાહેદ પાસેથી રૂા. 13,500ની રકમ પડાવી લીધી હતી. આ ત્રણેય બનાવમાં અકરમ તથા તેની પત્નીએ ત્રણેય ફરિયાદીને નાણાં પરત ન આપી કે લોન પણ ન કરાવી આપી ઠગાઈ કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.