કચ્છમાં પોલીસની કાર્યવાહી અવિરત જુગાર રમતા 26 ઝડપાયા

copy image

copy image

કચ્છમાં પોલીસે જુગાર અંગેની કાર્યવાહી અવિરત રાખીને ચાર જુદા-જુદા દરોડામાં કુલ રૂા. 48,850 સાથે 126 શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. નખત્રાણા તાલુકાના સાયરા ગામના ભીખુઋષિ ડુંગરની બાવળોની ઝાડીમાં ધાણીપાસા વડે જુગાર રમતા ઝીલુભા વેલુભા સોઢા (રહે. સાયરા-યક્ષ), હરેશ કેસર ભોવા, શાંતિલાલ સામજી સંઘાર અને હીરાલાલ હાજાભાઈ ભોવા (રહે. ત્રણેય મોટા યક્ષ)ને રોકડા રૂા. 22,300ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અંજાર તાલુકાના તુણા નજીક રામપર ગામમાં ભીમનાથ મહાદેવ મંદિર પાસે સમાજવાડીના બહારના ભાગે આવેલાં મેદાનમાં સાંજના અરસામાં  જુગાર રમાઈ રહ્યો હતો. તેવામાં અચાનક આવેલી પોલીસે કાનજી મુરજી પરમાર, દેવજી વજા જાદવ, બધા નામોરી જાદવ, નારાણ રવજી સોલંકી, નાનજી દેવા પરમાર તથા રવજી બલુ પરમાર નામના શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે પકડેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 11,110 તથા ગંજીપાના હસ્તગત  કરવામાં આવ્યા હતા. ગાંધીધામના કિડાણામાં ભવાની માતા મેદાન પાસે બાવળની ઝાડીમાં સાંજના અરસામાં  પોલીસે દોરડો પડ્યો હતો. અહીંથી પોલીસે હિતેશ નારણ ઝીલરિયા (આહીર), વિશાલ વાલજી ઝરૂ (આહીર), અશ્વિન વાલજી ઝરૂ (આહીર), સાહિલ ગગુ ઝરૂ (આહીર), સાહિલ શંભુ ઝરૂ (આહીર), સામજી શંભુ ઝરૂ (આહીર), ઉમંગ શામજી ડાંગર (આહીર) તથા સલીમ કાસમ પરીટને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,800 તથા 8 મોબાઈલ, ત્રણ વાહનો અને ગંજીપાના એમ કુલ રૂા. 2,12,800નો મુદ્દામાલ જપ્ત  કરાયો હતો. વધુ એક કાર્યવાહી ગાંધીધામના કાર્ગો આઝાદનગર પાસે બાવળની ઝાડીમાં કરવામાં આવી હતી. અહીંથી અસરફીલાલ કિશનકુમાર ચૌધરી, સમર્થસિંઘ આશારામ પાલ, મુકેશકુમાર વૃંદાવનસિંઘ નિશાદ, અનિલકુમાર ભીકમસિંઘ નિશાદ, દેવેન્દ્રસિંઘ રામઅવતારસિંઘ ચૌધરી તથા રાજબીર શ્રીનામસિંઘ નિશાદને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 4640 હસ્તગત કર્યા હતા.