તુણા માર્ગ પર ટ્રકમાં રિક્ષા અથડાતાં એકનું મોત નીપજયું
copy image

કંડલા – ગાંધીધામ વચ્ચે નકરી પુલથી તુણા જતા માર્ગ ઉપર આગળ ઊભેલી ટ્રકમાં પાછળથી રિક્ષા ભટકાતાં અબ્દુલ વલીમામદ સોઢા નામના આધેડનું મોત નીપજયું હતુ. કંડલામાં રહેનાર ફરિયાદી સતાર સોઢા અને તેમના પિતા અબ્દુલ સોઢા ગત તા. 6/8નાં રાત્રિના ભાગે કંડલાથી તુણા બાજુ કામ અર્થે જઈ રહ્યા હતા. કંડલા-ગાંધીધામ વચ્ચે નકરી પુલથી તુણા બાજુ જતા માર્ગ ઉપર રિક્ષા પહોંચી હતી ત્યારે સામેથી આવતી ગાડીની લાઈટ ફરિયાદીની આંખોમાં પડતાં આ રિક્ષા આગળ આડશ કે સિગ્નલ આપ્યા વગર ઉભેલી ટ્રકના પાછળના ભાગે ભટકાઈ હતી, જેમાં ફરિયાદીના પિતાને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે આ આધેડને મૃત જાહેર કર્યા હતા.