ભુજમાં પ્લોટના સોદામાં વધારાના વળતરની રકમ ન આપી ઠગાઇ થયાની ફરિયાદ

copy image

copy image

ભુજમાં વર્ષ 1995માં ખરીદાયેલા જુદા-જુદા ત્રણ પ્લોટ કપાતમાં ગયા બાદ બદલામાં અપાયેલા વધારાના વળતરની રૂા. 2.22 લાખની રકમ ન આપીને પ્લોટના મૂળ માલિક દ્વારા છેતરપિંડી કરાયાના આરોપ સાથેની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરાઇ હતી. ભુજમાં પ્રમુખસ્વામીનગર ખાતે રહેતા ધર્મેન્દ્રકુમાર જટુભાઇ ડુડિયાએ ભુજ એ – ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ઉપરાંત મુખ્યમંત્રી સહિતના સંબંધિતો સમક્ષ આ ફરિયાદ અરજી કરી હતી.  અરજીમાં તેમના જણાવ્યા મુજબ પ્લોટ ખરીદાયા બાદ ભૂકંપ પછીના વિકાસના ગાળામાં આ ત્રણ પ્લોટ કપાતમાં ગયા હતા. બદલામાં અપાયેલાં વધારાનાં વળતરની રકમ ન આપીને છેતરપિંડી કરાઇ હોવાનો આરોપ અરજીમાં મૂકી યોગ્ય કરવા માગણી કરાઇ હતી.