ભુજમાં યુવાનને ધકબુશટનો માર મારી ધમકી આપતા ચાર શખ્સો
copy image

ભુજની લાભશુભ સોસાયટીમાં રહેતા અને ચાની હોટલ ચલાવતા યુવાને સોસાયટીની છોકરીઓની છેડતી નહીં કરવાનું કહેતાં ચાર શખ્સોએ આંતરી ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભુજની લાભશુભ સોસાયટીમાં રહેતા હેતુભાઈ દિનેશભાઈ ગુંસાઈ (ઉ.વ.૧૯) તે સોસાયટીમાં જ ચાની હોટલ ચલાવતો હોઈ અને તેમણે બુધવારે તૌફીક નામના શખ્સને સોસાયટીની છોકરીઓની છેડતી નહીં કરવાનું કહેતાં બંને વચ્ચે બોલાચાલી થયા પછી ગુરુવારે બપોરના અરસામાં તૌફીક અને ત્રણ અજાણ્યા શખ્સોએ હેતુભાઈને ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.