નખત્રાણાના રવાપરમાં વૃદ્ધ દંપતી પર બે શખ્સોનો કુહાડી-લાકડી વડે હુમલો

copy image

copy image

નખત્રાણા તાલુકાના રવાપર ગામે રહેતા વૃદ્ધ દંપતી પર બે શખ્સોએ કુહાડી, લાકડી વડે હુમલો કરી વૃદ્ધને ગંભીર ઈજા પહોંચાડી હતી. પ્રાપ્ત માહિતી મુજબ નખત્રાણા તાલુકાના રવાપર ગામે રહેતા ધનજીભાઈ ડાયાભાઈ લોંચા (ઉ.વ.૬૫) અને તેમના પત્ની પ્રેમીલાબેન બુધવારે રાતના અરસામાં ઘેર બેઠા હતા ત્યારે ભરત કાનજી યાદવ અને મેહુલ લોંચા જૂના ઝઘડાનું   મન:દુખના રાખી કુહાડી, લાકડી લઈ ઘરમાં ઘૂસી પ્રેમીલાબેન પર હુમલો કરવા જતાં ધનજીભાઈ તેને બચાવવા જતાં બંને શખ્સોએ ધનજીભાઈ પર કુહાડી અને લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડતાં તેઓને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.