ગાંધીધામમાં જૂના ઝઘડાના મન:દુખમાં યુવાન ઉપર હુમલો

copy image

copy image

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં તેં મારા કાકાની હત્યા કરી હતી તેમ કહી ચાર શખ્સોએ એક યુવાનને માર માર્યો હતો. ગાંધીધામના ભારતનગર પછવાડે રિશી શિપિંગ સામે રેલવે ટ્રેક સમાંતર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર રોહિત જગદીશ પાતારિયા ગત તા. 7/8ના રાત્રિના ભાગે 9-બી ચોકડીથી પોતાના ઘર બાજુ જઈ રહ્યો હતો. તે હનુમાન મંદિરથી લુણંગનગર જવાના માર્ગ પર પહોંચતાં પાછળથી કાર અને એક મોપેડ આવી હતી, જેમાંથી જિગર માતંગ, ડિન્કો તથા બે અજાણ્યા શખ્સો બહાર આવ્યા હતા અને જિગર માતંગે તેં મારા કાકાની હત્યા કેમ કરી હતી તેમ કહી ધોકો કાઢી ધોકા વડે તેના ઉપર હુમલો કર્યો હતો. ફરિયાદીએ રાડારાડ કરતાં ચારેય શખ્સો નાસી ગયા હતા. ફરિયાદીને સારવાર અર્થે લઈ જવાતાં તેને અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું.