ધ્રબ CFSના પાર્કિંગ પ્લોટમાંથી બાઇક ચોરાઈ
copy image

મુન્દ્રાના ઔદ્યોગિક હબ સમા ધ્રબ સ્થિત સીએફએસમાંથી કોઈ ચોર ઈસમ 25 હજારની સ્પ્લેન્ડર બાઈક ચોરી ગયો હતો.પોલીસ મથકે થી ભોગગ્રસ્ત અજીત પાંજરીવાલા (ઉ.વ.22 રહે માંડવી) ની નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ ગત તા.1/8 ના રોજ ઘરે થી નીકળી ઓફિસે પહોંચ્યા બાદ આસુતોષ સીએફએસના પાર્કિંગ પ્લોટમાં પોતાની બાઇક પાર્ક કરી કામે ગયા હતા બાદમાં કોઈ ચોર ઈસમ બાઈક હંકારી ગયો. હતો.બનાવને પગલે મુન્દ્રા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.