પૂર્વ કચ્છમાં ચાલીને હાઈવે ક્રોસ કરતાં બે યુવાનને જીવ ગુમાવ્યાં
copy image

પૂર્વ કચ્છમાં ફરી માર્ગ અકસ્માતોના બનાવ વધ્યા હતા. જેમાં સામખિયાળી-મોરબી હાઇવે અને વરસાણા હાઇવે પર માર્ગ ઓળંગતા યુવાનોને વાહન ચાલકોએ હાફેટે લેતા બે યુવાનોના મોત નિપજ્યાં હતા. અમરાપુરના યુવકનું પગાર લઈને આવતાં વરસાણા ઓવરબ્રિજ ઉતરતાં અજાણ્યા વાહનની ટક્કરથી મૃત્યુ સામખિયાળી મોરબી હાઈવે રોડ પર જર્મન ગ્રીન સ્ટીલ કંપની નજીકપીપરાવાટી વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો હતો. ટ્રક ટ્રેઈલરના ચાલકે પોતાના કબજાનું ટ્રેઈલર પુરઝડપે ચલાવી રસ્તો ક્રોસ કરતા ૩૭ વર્ષિય અરવિંદકુમાર સંતરામભાઈને ટક્કર મારતા શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. અકસ્માત સર્જાયા બાદ આરોપી વાહન લઈને નાસી ગયો હતો. જે અંગે દેવકુમાર રામકૃપાલ પટેલે લાકડીયા પોલીસમાં ગુનો નોંધાવ્યોહતો. અકસ્માતનો બીજો બનાવ ભચાઉથી ગાંધીધામ જતા માર્ગે વરસાણા ઓવરબ્રીજ ઉતરતા બન્યો હતો. ફરિયાદી સમી તાલુકાના અમરાપુરમાં રહેતા બાબુભાઈ દેવાભાઈ વાસાણી (ઠાકોર)ના જણાવ્યા પ્રમાણે તેમનો દિકરો વિક્રમ નંદગામ ખાતે આવેલી કંપનીમાં પગાર લેવા ગયો હતો, રસ્તો ક્રોસ કરતો હતો એ દરમ્યાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. જેથી ભચાઉ પોલીસ નોંધાઈ હતી.