અંજારમાં 1.32 લાખના માદક પદાર્થ સાથે પોલીસે ઇસમને દબોચ્યો
copy image

અંજાર પોલીસ ટીમે રૂા. 1.32 લાખની કિંમતના માદક પદાર્થના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરી હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ , ગાંધીધામના રામકૃષ્ણ મહાવીર નગરમાં રહેતા આરોપી મીઠુ સુદર્શન સાંઈ (મૂળ ઓરિસ્સા)નાં ઘરમાં તપાસ આરંભી હતી. દરમ્યાન અહીંથી 13.240 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આ જથ્થાની કિંમત રૂા. 1,32,240 આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં આરોપી મીઠુની ધરપકડ કરી પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મૂળ ઓરિસ્સાનો વતની આ તહોમતદાર ટ્રકના મિકેનિકલ કામ સાથે જોડાયેલો હતો. આ જથ્થો કોણે અને કયારે આપ્યો સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.