ગાંધીધામમાં વીજ આંચકો લાગતા યુવાનનું મોત
copy image

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં પ્લમ્બિંગનું કામ કરનાર હરેશ જીવણ સથવારા (ઉ.વ. 39)ને વીજશોક લાગતાં યુવાને જીવ ગુમાવ્યો હતો. ગાંધીધામના ભારતનગર વોર્ડ-11-એ જોગણી સોસાયટી, પ્લોટ નંબર 289માં સાંજના અરસામાં અપમૃત્યુનો આ બનાવ બન્યો હતો. આ યુવાન પોતાના ઘરે પ્લમ્બિંગનું કામ કરી રહ્યો હતો દરમ્યાન વીજ મોટરમાંથી તેને વીજ આંચકો લાગતાં ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.