નાગોરની સીમમાં વીજ ટાવર પરથી 3 લાખના વીજતારની ચોરી

copy image

copy image

ભુજ તાલુકાના નાગોર સીમમાં  ગેટકોની  માધાપરથી કુનરિયા જતી વીજલાઇનના ટાવર ઉપરથી કન્ડક્ટર વાયર 1600 મીટર કિં. રૂા. 2,96,000ની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે ગેટકોના જુનિયર ઇજનેર ઘનશ્યામ મહેન્દ્રભાઇ સોલંકીએ  માધાપર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તા. 7/8થી 10/8ના દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમો નાગોરની સીમમાં આવેલા 66 કે.વી. માધાપર-કુનરિયા ગેટકોના વીજલાઇનના ટાવર નં. 39થી 45 સુધી કંડક્ટર વાયર આશરે 1600 મીટર જેની કિં. રૂા. 2,96,000ની ચોરી કરી લઇ ગયા હતા. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.