કેરા ગ્રામ પંચાયત થી લઈ ગજોડ ત્રણ રસ્તા સુધી કરાયું તિરંગા યાત્રાનું આયોજન

15 મી ઓગષ્ટ નાં પર્વ નિમિત્તે હર ધર તિરંગા નાં ભાગરૂપે આજ રોજ તા,12,8,2024 નાં રોજ સવારે 8 કલાકે કેરા ગ્રામ પંચાયત થી લઈ ગજોડ ત્રણ રસ્તા સુધી કરાયું તિરંગા યાત્રાનું આયોજન જેમાં ભારત માતાકી જય,વંદે માતરમ્ હર ધર તિરંગા,નાં નારા સાથે રેંજીમ તેમજ બેન્ડ પાર્ટી સાથે H.J.D. કોલેજના તેમજ સ્કૂલના વિધાર્થીઓ શિક્ષકો કૉલેજ સ્ટાફ ગામના સરપંચ,ઉપસરપંચ,તલાટી,મંત્રી,પંચાયતના સભ્યો, કેરા યુનિટ હોમગાર્ડ સ્ટાફ, કેરા P.H.C. સ્ટાફ, કેરા કન્યાશાળા કુમારશાળા નાં વિધાર્થીઓ શિક્ષકો આ યાત્રામાં જોડાયા હતા