જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનીરીક્ષકશ્રી ચિરાગ કોરડીયાસાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમારસાહેબ પૂર્વ-કચ્છ (ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ,ભચાઉનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સપેક્ટરથી એસ.ડી.સિસોદીયા નાઓની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે ભચાઉ ચોબારી ગામના પાધર વાડી વિસ્તારમાં આવેલ બાવળોની ઝાડીમાં જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. > પકડાયેલ આરોપીઓ (૧) રણમલભાઈ ભુરાભાઈ ઢીલા (આહિર) ઉ.વ.૫૬ રહે.જુના ગામ ચોબારી તા.ભચાઉ (૨) મનજીભાઈ આલાભાઈ મકવાણા ઉ.વ.૫૦ રહે.ચામુંડા નગર ચોબારી તા.ભચાઉ (3) ગોવિંદભાઈ અરજણભાઈ મેરિયા ઉ.વ.૫૦ રહે. ચામુંડા નગર ચોબારી તા.ભચાઉ (૪) રમેશભાઈ નારણભાઈ જાદવ ઉ.વ.૨૨ રહે.ભુરાગડા વિસ્તાર ચોબારી તા.ભચાઉ આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.