કચ્છમાં જુગારના અલગ-અલગ દોરડામાં 35 ખેલીને પોલીસે ઝડપ્યા
copy image

કચ્છ પોલીસની જુગારીઓ ઉપર ધોંસ બોલાવવાની કાર્યવાહી જારી રહી છે. સમગ્ર કચ્છમાં સાત દરોડા પાડી 35 જુગારીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
– ગાંધીધામ : ભારતનગરમાં જાહેરમાં જુગાર રમતા 11 ઝડપાયા : ગાંધીધામ ભારતનગરમાં આશાપુરા મંદિર નજીક કૈલાસ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાઇ રહ્યો હતો, તેવામાં અચાનક આવેલી પોલીસે કિશોર અરજણ સથવારા, રાહુલ કાનજી ભરવાડ, બળવંત ચુનીલાલ ચૌહાણ, રમેશ દામજી સથવારા, ભરત ગોવિંદ કોળી, બિપિન મહેન્દ્ર આચાર્ય, સુમિત શૈલેષ?સથવારા, વિપુલ જગદીશ પરમાર, ભરત રણછોડ રાઠોડ, ભાવિન રામજી ગઢવી તથા મયૂર બાબુલાલ ઠક્કરને પકડી પાડયા હતા. ગંજીપાના વડે નસીબ અજમાવતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 62,470 તથા સાત મોબાઇલ એમ કુલ રૂા. 1,11,470નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો
. – અંજારમાં ચાર પત્તાપ્રેમીની અટક : અંજારમાં મિથિલા-1ની શેરીમાં મોડીરાત્રે અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા તેવામાં અચાનક આવેલી પોલીસે દર્શન પાંચા આહીર, અલ્પેશ ઘનશ્યામ શુક્લ, દિવ્યરાજસિંહ નરપતસિંહ જાડેજા, દિવેશ રમેશ બોરીચા નામના શખ્સોને ઝડપી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 11,000 જપ્ત કરવામાં આવ્યા હતા.
– નાના અંગિયામાં ધાણીપાસાનો જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝડપાયા : નખત્રાણા તાલુકાના નાના અંગિયાના ગોગા દાદા મંદિર સામે વોકળાના પટમાં ખુલ્લામાં આજે બપોરે ધાણીપાસા વડે જુગાર રમતા મુકેશકુમાર નટવરલાલ લોંચા, કલા ચના રબારી, ડેમાબેન જેઠા લોંચા અને લક્ષ્મીબેન ગાભા કોલી (રહે. તમામ નાના અંગિયા)ને રોકડા રૂા. 10,290ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
– બિદડામાં પત્તા ટીંચતા ચાર પકડાયા : માંડવી તાલુકાના બિદડાના મફતનગરમાં રહેતા સામત બાબુ જોગીના મકાનના સામે આવેલા આંગણાના લીમડાના ઝાડ નીચે ગંજીપાના વડે જુગાર રમાઇ રહ્યાની કોડાય પોલીસને બાતમી મળતાં પોલીસે દરોડા પાડી સામત ઉપરાંત હુસેન ઇશાક સાટી, કાનજી મેઘજી જોગી, કલ્યાણ સામત જોગી (રહે. તમામ બિદડા)ને રોકડા રૂા. 10,270ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
– કુકમામાં ચાર ખેલી હાથ આવ્યા : ભુજ તાલુકાના કુકમામાં દાતાર પીર સોસાયટીમાં નીલકંઠ મહાદેવ મંદિર સામે ખુલ્લા પટમાં બપોરના અરસામાં ગંજીપાના વડે જુગાર રમતા તપન પ્રકાશભાઇ પરમાર, સુરુભા નાથુભા સોઢા, હિરેન હરસુખભાઇ ગુસાઇ અને હાર્દિક પ્રવીણભાઇ ગોસ્વામી (રહે. તમામ કુકમા)ને રોકડા રૂા. 12,120ના મુદ્દામાલ સાથે પદ્ધર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી
. – માધાપરની વાડીમાંથી પાંચ શખ્સો પકડાયા : ભુજ સમીપેના માધાપરના નવાવાસની મહાદેવ હિલ્સ સોસાયટી પાસે આવેલી પ્રકાશભાઇ વિશ્રામભાઇ પિંડોરિયાની વાડીમાં ખુલ્લામાં સાંજના અરસામાં ગંજીપાના વડે જુગાર રમતા વિશ્રામ રામજીભાઇ પિંડોરિયા, કિશોર વેલજીભાઇ વેકરિયા, કિશોર કાનજીભાઇ ભુડિયા, દિનેશ ઘનશ્યામભાઇ પિંડોરિયા અને મમુ ખેંગાર રબારી (રહે. તમામ માધાપર)ને રોકડા રૂા. 11,450ના મુદ્દામાલ સાથે માધાપર પોલીસે ઝડપી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
– માંડવીમાં ત્રણ જુગારીની ધરપકડ : માંડવીમાં લાયજા રોડ પર પોસ્ટ ઓફિસ પાસે આવેલા વડલા પાસે બપોરના અરસામાં તીનપત્તીનો જુગાર રમતા રાજેશ મોહન ચૌહાણ, ભાવેશ વિનોદ વાઘેલા અને વિજય જીવણભાઇ ચૌહાણ (રહે. તમામ માંડવી)ને રોકડા રૂા. 10,820 અને એક મોબાઇલ કિં. રૂા. 500 એમ કુલ રૂા. 11,320ના મુદ્દામાલ સાથે માંડવી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કરી હતી.