વરસામેડીમાં ગેસના બાટલાનું કૌભાંડ ઝડપાયું

શાંતીધામ વરસામેડી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કોમર્શીયલ તેમજ ઘરેલુ ગેસ બાટલા રીફીલીંગ ક૨વા માટે ઉપયોગમાં લેવાતો સામાન તથા વાહનો સાથે આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે અંજાર પો.સ્ટે વિસ્તારમાં લોકોના જાન માલ જોખમાય તેવી કોઈપણ ગુનાહીત ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ રાખવા સુચના કરેલ હોઈ જે અનવ્યે શ્રી એ.આર.ગોહીલ નાઓની સુચના મુજબ અંજાર પોલીસ સ્ટાફના માણસો અંજાર વરસામેડીસીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે યોગરાજસિંહ ઇન્દ્રસિંહ વાઘેલા રહે.શાંતીધામ વર્ષામેડી તા.અંજાર વાળો વરસામેડીસીમ ખાતે આવેલ શાંતીધામ-૦૨ માં આવેલ પ્લોટ નં.૧૩ વાઘેશ્વરી એન્ટરપ્રાઈઝ પ્રોવીજન સ્ટોર નામની દુકાનમાં ગેરકાયદેસ૨ રીતે કોમર્શીયલ તેમજ ઘરેલુ ગેસ બાટલા રાખી લોકોના જીવ જોખમમાં મુકે તેવી પ્રવૃતી કરતો હોઈ અને પોતાની દુકાનમાં આવતા ગ્રાહકોને ઉચા ભાવે ગેસના બાટલા વેચાણ ક૨તો તેવી બાતમી આધારે સદર જગ્યાએ ચેક ક૨તા મજકુર ઇસમ પોતાની પાસે કોઈ પ૨વાણો ન હોવા છતા લોકોના જાન માલ જોખમાય તેવા અલગ અલગ કપંનીના ગેસના બાટલા પોતાના કબ્જામાં રાખી ઘરેલુ તથા કોમર્શીયલ ગેસના બાટલા રીફીંલીગ ક૨તો હોઈ જે ગેરકાયદેસની પ્રવૃતી જણાઈ આવતા રેઇડ કરી મજકુર ઇસમના કબ્જામાંથી આધાર પુરાવા વગર નીચે મુજબનો મુદામાલ પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સપેકટર શ્રી જે.એસ.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.