વરાડિયા અને વરસામેડીમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા

copy image

copy image

કોઠારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી મુજબ , વરાડિયાના સ્મશાન નજીક તળાવની પાસે બાવળની ઝાડીઓમાં જુગાર રમતા આરોપી શંકરભાઈ આચારભાઈ સીજુ, ગાંગજીભાઈ ધીરવભાઈ સીજુ, રામજીભાઈ આચારભાઈ સીજુ, ભરતભાઈ રામજીભાઈ સીજુ, મહેન્દ્રસિંહ જટુભા જાડેજા, લાલજીભાઈ ગાંગજીભાઈને જુગાર રમતા પકડી પડાયા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૧૩,૨૭૦ નો મુદ્દામાલ હસ્તગત  કરવામાં આવ્યો હતો. બીજો દરોડો અંજાર પોલીસ દ્વારા વરસામેડીમાં સૌરભ ઈન્ટરનેશનલ ટિમ્બરના ગેટની બહાર ખુલ્લી જમીનમાં રમાઈ રહેલા જુગાર પર પાડવામાં આવ્યો હતો,જેમાં આરોપી રફીક્કુલ મોહરઅલી ઇ સ્લામ, અફિજુલ સમસેરઅલી શેખ, શાહુમુદ્દીન હબીબરહેમાન શેખ તથા તપન તિરનદાસ સરાનિયાને જુગાર રમતા પકડી પાડયા હતા. તેમની પાસેથી પોલીસ દ્વારા કુલ રૂ. ૧૨,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.