ધાણેટી ગામમાથી જુગારનો ગણનાપ્રાત્ર કેસ શોધી કાઢતી પધ્ધર પોલીસ

copy image

copy image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબશ્રી પશ્વિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ જીલ્લામાં દારૂ -જુગાર પ્રવ્રુતિ નેશનાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ એ.પી.વાઘેલા સાહેબ પધ્ધર પોલીસ સ્ટેશન નાઓના સાથે પધ્ધર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ના.રા પ્રેટ્રોલીગમા હતા તે દરમ્યાન સાથેના પો હેડ કોન્સ દિવ્યરાજસિંહ જડેજા તથા એ.એસ.આઇ રામસંગજી સોઢા નાઓને સયુકત બાતમી હકીકત મળેલ કે, ધાણેટી ગામની તળાવના કાઠે આવેલ ખુલ્લા પટ્ટમાં બેટરીના અજવાળે અમુક ઇસમો ગંજીપાના વડે રૂપીયાની હારજીતઓ જુગાર રમી રમાડે છે તેમજ આ પ્રવ્રુતી હાલમાં ચાલુમાં છે. જેથી તુરંત જ વર્ક આઉટ કરી સદર જગ્યાથી આરોપી તેમજ મુદામાલ પકડી નીચેની વિગતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપી :- (૧) નંદનલાલ ઉર્ફે ભોળાભાઇ દાનાભાઇ છાંગા(આહિર) ઉ.વ.૩૦ રહે.ધાણેટી તા.ભુજ (૨) ભુરાભાઇ દલશીભાઇ ડામોર ઉ.વ.૨૮ રહે- મુળ જુનવાલીયા તા-જી. જાંબવા (એમ.પી) હાલે રહે નવી ધાણેટી તા.ભુજ (૩) હરેશગર જ્ઞાનગર ગુસાઇ ઉ.વ ૩૧ રહે- નાની ધાણેટી તા.ભુજ (૪) દિનેશ અનસીંગ ડામોર ઉ.વ ૩૦ રહે- મુળ જુનવાલીયા તા-જી. જાંબવા (એમ.પી) હાલે રહે નવી ધાણેટી તા.ભુજ (૫) ભરતભાઇ હધુભાઇ છાંગા (આહિર) ઉ.વ ૩૦ રહે- જુની ધાણેટી તા.ભુજ એમ કુલ કિ. રૂ. કિ.રૂ- ૪૨.૧૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ એ.પી.વાઘેલા સાહેબ તથા એ.એસ.આઇ રામસંગજી સોઢા તથા પો હેડ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા તથા નિલેશભાઇ ચૌધરી તથા શિવરાજસિંહ રાણા તથા પ્રતાપભાઇ ઠાકોર તથા હો.ગા તરૂણભાઇ આહિર નાઓ જોડાયેલ હતા.