સાંઘીપુરમ પાસે બે બાઇકની ટક્કરમાં એકનું મોત નીપજયું
copy image

અબડાસા તાલુકાના સાંઘીપુરમના બસ સ્ટેશન પાસે બે બાઇકની ટક્કરમાં જુમા ગાભા રબારીને માથામાં ગંભીર ઇજા પહોંચતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું, સવારના અરસામાં અબડાસાના સાંઘીપુરમ માર્કેટથી બાઇક જુમા ગાભા રબારી આવી રહ્યા હતા, ત્યારે સાંઘીપુરમના ગેટ પાસે બસસ્ટેશન નજીક માર્ગ પર પૂરપાટ-બેદરકારીથી આવતી બાઇકએ જુમાની બાઇકને ટક્કર મારતાં તેઓને માથામાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. પ્રથમ સાંઘીપુરમ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર અર્થે નલિયાની સરકારી હોસ્પિટલ ખસેડાતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. વાયોર પોલીસ મથકે બાઇકના ચાલક વિરુદ્ધ મૃતક જુમાના કાકાઇ ભાઇ નરશી રબારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે માર્ગ અકસ્માતમાં મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.