12 જુગારના દરોડામાં 57 ખેલી ઝડપાયા : પાંચ નાસ્યા, 1.63 લાખ જપ્ત

copy image

copy image

પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં પોલીસે બાર જુગારના દરોડામાં 57 ખેલીઓને ઝડપી પાડયા હતા જ્યારે પાંચ જુગારી નાસવામાં સફળ રહ્યા હતા. આ દરોડાઓ દરમ્યાન પોલીસે કુલ રૂ.1,63,780 રોકડ હસ્તગત  કરી બધા જુગારીઓ વિરૂદ્ધ કાયદીરની કાર્યવાહી કરી હતી.

– ઝરપરામાં સ્ટ્રીટ લાઈટમાં તીનપતી રમતા ચારની  અટક : મુંદરા તાલકાના ઝરપરામાં હાજાપર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે રાતના અરસામાં  તીનપત્તીનો જુગાર રમતા ભરત ગાંડાજી ઠાકોર, કરશન કાનજી સેડા, દિલીપ બાબુજી ઠાકોર અને નારાણ ભારૂ રવિયા (રહે. તમામ ઝરપરા)ને રોકડા રૂ.10,440ના મુદામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી.

 – વવારમાં સાત પતાપ્રેમી પકડાયા : એક નાસ્યો : મુંદરા તાલુકાના વવાર ગામે મોર દાદાના મંદિરની પાસે બુધવારે અડધી રાતના અરસામાં  તીનપતીનો જુગાર રમતા પાલુ ઉર્ફે પ્રિન્સ રાણશી સુમણીયા ગઢવી, ભીમા ઉર્ફે રઈસ રામ મૌઅર ગઢવી, સામરા રામ ધંધુકિયા ગઢવી, ખોડુ આશરીયા ધંધુકીયા ગઢવી, ગોપાલ ખીમા ભલ્લા ગઢવી, ભરત રતન બઢ્ઢા ગઢવી (રહે. તમામ વવાર)ને ઝડપી લીધા હતા જ્યરારે રામ ઉર્ફે મેજર ડોસા ગઢવી (વવાર) નાસી છૂટયો હતો પ્રાગપર પોલીસે દરોડામાં રોકડા રૂ.17,500 તથા છ મોબાઈલ કિ.રૂ.21000નો મુદામાલ ઝડપી આઠે વિરૂદ્ધ જુગારધારા તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. 

 – મોટી ભુજપુરમાં સાત ઝડપાયા : મુંદરા તાલુકાના મોટી ભુજપુરમાં બુધવારે અડધી રાતે વિરમ કાના ગઢવીના અરાંગણાંમાં તીનપતિનો જુગાર રમાઈ રહ્યાની મુંદરા પોલીસને બાતમી મળતો પોલીસે દરોડો પાડી વિરમ ઉપરાંત ઉમેશ શામજી જોશી, માધુભા ગોમજી રાઠોડ, ઘનશ્યામસિંહ ખેતુભા જાડેજા, સમરતસિંહ કાળુભા જાડેજા, ગોપાલ રતન જેશાણી અને રામ ખેંગાર ગઢવી (રહે તમામ મોટી ભુજપુર)ને રોકડ રૂ.29,900ના મુદામાલ સાથે પકડી  કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 – લોરિયામાં પાસા ફેંકતા ચારની અટક  : ભુજ તાલુકાના લોરીયાના મુખ્ય ચોક, સરહદ ડેરીના ઓટલા ઉપર બુધવારે અડધી રાતના અરસામાં  ધાણીપાસાથી જુગાર રમતા પ્રાગજી પુંજાજી જાડેજા, અનિરૂદ્ધસિંહ ખેતાજી જાડેજા, કાનજી કરણજી જાડેજા અને ગોવિંદ ભારમલભાઈ સીજુ મહેશ્વરી (રહે. તમામ લોરીયા)ને રોકડ રૂ.10,250ના મુદામાલ સાથે માધાપર પોલીસે ઝડપી જુગારધારા તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી. 

– વિથોણમાંથી પાંચ પકડાયા : નખત્રાણા તાલુકાના મફત નગરમાં ચોકમાં બુધવારે અડધી રાતે ગંજીપાના વડે જુગાર રમતા શંકરલાલ વીરજી મહેશ્વરી, નારણ લાલજી મહેશ્વરી, હરીલાલ રમજુ કોલી, રમેશ નથુ કોલી (રહે તમામ વિથોણ) અને રાહુલ ઉમર કોલી (રહે. મોરજર)ને રોકડા રૂ.6500ના મુદામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડણી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

 – માધાપરમાંથી પાંચની ધરપકડ  : ભુજ સમીપેના માધાપરના નવાવાસના કોટક નગરમાં અરવિંદભાઈ જેઠાભાઈ ઠક્કરના મકાનના આંગણામાં ગંજીપાના વડે જુગાર રમતા અરવિંદ ઉપરાંત અશોકભાઈ વિરચંદભાઈ ઠક્કર (માધાપર), પ્રફુલભાઈ વીરસંગજી ઠક્કર, શાંતીલાલ રવજીભાઈ ઠક્કર (રહે બને ભુજ)ને રોકડા 14480ના મુદામાલ સાથે માધાપર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 – બાડામાં પાંચ ખેલી પકડાયા : એક નાસી છૂટયો  : માંડવી તાલુકાના બાડા ગામમાં બાયઠ ગામ તરફ જતા રોડ બાજુ નર્મદા કેનાલ નીચે ખુલા પટમાં બપોરના અરસામાં  ધાણીપાસા વડે જુગાર રમતા મનજી ઓસમાણ કોલી, અયુબ અબ્દુલા સાટી, શિવજી રાણા માતંગ, ગાભા જુમા કોલી અને વંકાજી નવઘણજી રાઠોડ (રહે તમામ બાડા)ને માંડવી પોલીસે ઝડપી લીધા હતા જ્યારે કાનજી વેલજી મહેશ્વરી (રહે બાડા)નાસી છૂટવામાં સફળ રહ્યો ભહતો. દરોડા દરમ્યાન માંડવી પોલીસે રોકડા રૂ.20,300   કરી છએ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

 – મોટા ભાડીયાની વાડીમાંથી બે ઝડપાયા : ત્રણ નાસ્યા : માડવી તાલુકાના મોટા ભાડીયામાં મોરાવાડી વિસ્તારમાં  પાલુ કાયા મૌવર (ગઢવી)ની કબ્જા ભોગવટાની વાડીમાં  જુગાર રમાતો હોવાની બાતમી કોડાય પોલીસને મળતા પોલીસે દરોડો પાડતા ગંજીપાના વડે જુગાર રમતા પાલુ ઉપરાંત જાવેદ મહેમુદ શેખ (રહે રામાણીયા, તા.મુંદરા)ને ઝડપી લીધા હતી જ્યરારે મોટા ભાડીયાનો વેજા પાલુ મૌવર ગઢવી) કાઠડાનો અરવિંદ ગઢવી અને રામાણીયાનો  ભરતસિંહ પ્રેમસંગજી જાઠેજા નાસી છુટયા હતરા.  દરોડા દરમ્યાન પોલીસે રોકડા રૂ.12,200 અને બે મોબાઈલ કબજે લઈ પાંચ જુગારીઓ વિરૂદ્ધ જુગારધારા તળે  ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

– ખાવડામાં તીનપતી રમતી ત્રણ મહિલા પકડાઈ : ભુજ તાલુકાના ખાવડાના ઈન્દીરા આવાસ (કોલીવાસ)માં બહાર ખુલ્લા ચોકમાં બપોરના અરસામા  તીનપતીનો જુગાર રમતા આશાબેન અશોકભાઈ અરાદીવાલ, ઉષાબેન વિનોદભાલ આદિવાલ અના. કાંતાબેન કિરણભાઈ ધાવરી (રહે ત્રણે ખાવડા)ને રોકડ રૂ.2830ના મુદામાલ સાથે ખાવડા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

– પલાંસવામાં જુગાર ખેલતાં પાંચ ઝડપાયા : પલાંસવા ગામની સીમમાં અમરાપર ભીમારસર રોડ નજીક કાળી તળાવડીની પાસે લખમણ નારણ સોલંકીની વાડીમાં ખુલ્લી જગ્યાના જુગાર રમાઈ રહ્યો હતો  ત્યારે દબાતા પગે આવેલી પોલીસે લખમણ ઉર્ફે બબો નારણ સોલંકી (રાજપુત), કાના અજા રાઠોડ,  રાજુ દુદા દસાણી (રાજપુત), કમલેશ નવીન મહેતા (વાણીયા), અને લખમણ ઉર્ફે વીકી ખીમા રાજપુતને પકડી પાડયા હતા પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂ.22,200 જપ્ત કરાયા હતા

. – સામખસયાળીમાં પત્તા ટીચતા સાતની અટક : સામખીયાળી ગામમાં ગાત્રી ગેસ્ટ હાઉસની સામેની ગલીમાં ગત મોડી રાતે સ્ટ્રીટ લાઈટના અજવાળામાં અમુક શખ્સ પતા ટીચી પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા તેવામાં અચાનક આવેલી પોલીસે અહીંથી મણીલાલ ભુવા ચૌહાણ, હરી નશા બાળી, મનસુખ વીરા ચૌહાણ, રસીક ભામા જાદવ, સુરેશ ભીખા પરમાર, શામજી કરમણ ચૌહાણ અને જગદીશ ચતુર બારોટની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂ.10,450 હસ્તગત  કર્યા હતા.

 – ગાંધીધામમાં ચોપાટ પાસા વડે જુગાર રમતા ત્રણ ઝડપાયા  : ગાંધીધામના કાર્ગો એકતા નગર વિસ્તારમાં ઈન્દુભા ઝાલાના મકાન આગળ શેરીમાં રાતના અરસામાં  અમુક શખ્સો ચોપાટના પાસા વડે ડબ્બો વગાડી હારજીતનો જુગાર રમી રહ્યા હતા જે અંગે બાતમી મળતા પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો મારી સંજય લાલા બારોટ, ભાવેશ સંત બારોટ, અને હરેશ પરસોતમ દેવીપુજકને પકડી પાડ્યા  હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી ચોપાટના પાસા, ડબ્બો, પ્લાસ્ટીકનું બેનર તથા રોકડ રૂ.6730 જપ્ત કરાયા હતા.