તુગામાં શિક્ષિકાએ ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું
copy image

તુગામાં શિક્ષિકા વીણાબેન શાંતિભાઇ દૂધરેજિયાએ ગળેફાંસો ખાઇ જીવન લીલા સંકેલી હતી. તુગા ગામે શિક્ષક કોલોનીમાં રહેતા 11 માસના કરાર આધારીત 35 વર્ષીય શિક્ષિકા વીણાબેન શાંતિભાઇ દૂધરેજિયા (મૂળ રહે. પાલીતાણા)એ રાતના અરસામાં તુગામાં પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. મૂળ ભાવનગર હાલે પાલીતાણા રહેતા તેના પતિ રામદાસ ખીમદાસ ગોંડલિયાએ આ અંગે ખાવડા પોલીસ મથકે વિગતો જાહેર કરી હતી. રામદાસભાઇ પાલીતાણામાં મધ્યાહન ભોજનના સંચાલક તરીકે કામ કરે છે અને તેમના પત્ની વીણાબેન તુગામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને એકલા રહેતા હતા અને રાતના અરસામાં અગમ્ય કારણે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.