અંજાર તાલુકાના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ અંગે શખ્સ વિરુદ્ધ ફરિયાદ
copy image

અંજાર તાલુકાના એક ગામમાં યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજારાતા પોલીસ મથકે એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. અંજારના એક ગામમાં માર્ચ 2024થી દરમ્યાન આ બનાવ બન્યો હતો. પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપી કિશન બાબુ ઝરૂ નામના શખ્સે એક યુવતીના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતીને જુદી જુદી જગ્યાએ લઇ જઇ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ શખ્સે ભોગ બનનારના અન્ય પરિવારજનોને પણ મેસેજ કર્યા હતા. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.