ભુજમાં માર્ગ ઓળંગી રહેલા 39 વર્ષીય યુવાન નું બાઈકના અડફેટે મોત
copy image

ભુજમાં માર્ગ ઓળંગી રહેલા 39 વર્ષીય યુવાન સૂરજ બનવારીદાસ નકવાલને બાઇકે અડફેટે લેતાં તેનું મોત નીપજયું હતું , તા. 12/8ના રાતે 8.30 વાગ્યાના અરસામાં લોટસ કોલોની પાસેના વાલ્મીકિ નગરમાં રહેતા 39 વર્ષીય યુવાન સૂરજ બનવારીદાસ નકવાલ રિલાયન્સ પેટ્રોલપંપ સર્કલ, મહાકાળી માના મંદિર પાસે માર્ગ ઓળંગી રહ્યા હતા, ત્યારે મોટરસાઇકલના ચાલકે અડફેટે લેતા સૂરજ ગંભીર રીતે ઘાયલ થતા તેના ભાઇ રતન તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા.