ઈંગ્લિશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નખત્રાણા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા શ્રી સાગર બાગમાર સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ(ભુજ) તથા શ્રી બી.બી. ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ દારૂ-જુગારના સફળ કેશો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ. જે અનુસંધાને આજરોજ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના કર્મચારીઓ પો.ઇન્સ.શ્રી એ.એમ.મકવાણા સાહેબની સાથે કોટડા ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને બાતમી હકીકત મળેલ કે, રાસુભા મંગલસિંહ સોઢા રહે.દનણા તા.નખત્રાણા વાળો જે પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય દારુની બોટલો જમીનમાં દાટી રાખેલ છે અને તેનું વેચાણ કરે છે તેવી બાતમી હકીકત આધારે વર્ક આઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતાં નીચે મુજબનો ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા મજકુર આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલ:-(৭) MCDOWELL’S NO-1 ORIGINAL BLENDED WHISKY 750 ML FOR SALE IN HARYANA ONLY જે કુલ્લે બોટલ નંગ-૨૨ જેની કિં.રૂ.૮,૮૦૦/- તથા (२) ROYAL CHALLENGE CLASSIC PREMIUM WHISKY 750 ML FOR SALE HARYANA ONLY જે કુલ્લે બોટલ નંગ-૩૦ કિ.રૂ. ૧૨,૦૦૦/- તથા (3) HAYWARDS 5000 SUPER STRONG BEER 500 ML FOR SALE IN PUNJAB ONLY of ged બીયર નંગ-૮૨ કિં.રૂ.૮,૨૦૦/- એમ કુલ્લે કિં.રુ. ૨૯,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. પકડાયેલ આરોપી :- રાસુભા મંગલસિંહ સોઢા ઉવ.૨૭ રહે.દનણા તા.નખત્રાણા હાજર ન મળેલ આરોપીનું નામ સરનામુ:-ભાવસંગજી ભગુભા જાડેજા રહે.દરશડી તા.માંડવી મો.૭૩૫૧૨૧૯૯૯૫, ૭૨૦૩૦૭૦૭૮૦ (હાજર મળી આવેલ નહિં) કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા તથા એ.એસ.આઇ જયંતીભાઇ માજીરાણા તથા પો.હેડ.કોન્સ. નિકુંજદાન ગઢવી તથા પો.કોન્સ. મયંકભાઇ જોષી તથા પો.કોન્સ. મોહનભાઇ ગઢવી તથા પો.કોન્સ. લાખાભાઇ રબારી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.