રોક સોલ્ટના નામે સોપારી મંગાવી પોતાના આર્થિક ફાયદા માટે પ્રથમથી પૂર્વ આયોજીત કાવતરુ રચી છેતરપીડીં કરતી રાજ્ય બહા૨ની ગેંગને પકડી પાડતી કંડલા મરીન પોલીસ

મ્હે.શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરિક્ષક સરહદી રેન્જ- ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર પુર્વ કચ્છ-ગાંધીધામનાઓની સુચના અન્વયે તેમજ ના.પો.અધિ.શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન મુજબ મિલ્કત સંબધી ગુનાઓ શોધવા સુચના કરેલ હોય જે અનુસંધાને જે અનુસંધાને કંડલા મરીન પોલીસ સ્ટેશન ગુ.૨.ન-૧૩૧/૨૦૨૪ બી.એન.એસ કલમ૩૧૮(૪),૩૩૬(૨)(૩), ૩૩૮, ૩૪૦, ૬૧(૨) (એ) મુજબનો ગુનો જાહેર થયેલ હોય જે ગુના કામે પો.ઇન્સ શ્રી એ.એમ.વાળા નાઓના નેતૃત્વ હેઠળ કંડલા મરીન પોલીસ દ્વારા સદરહુ ગુનાકામે આરોપીઓની સંઘન પુછપરછ કરતા આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે પ્રથમથી પૂર્વ આયોજીત કાવતતરૂ રચી સરકારશ્રી સાથે છેતરપીડી કરી MAM TRADING CO મુંબઈ ના કાળુરામ દ્રારા રોક સોલ્ટ ના બદલે દુબઈ થી ઈમ્પોર્ટેડ સોપારીની વેચાણના હેતું માટે ગેરકાયદેસર રીતે આયાત કરી, સરકારશ્રીના ટેક્ષના નાણા ભરપાઈ નહી કરી, આ સંબંધે ઇમ્પોર્ટેડ સોપારીના બદલે રોક સોલ્ટની વિગત દર્શાવી, ખોટા બીલ તેમજ ખોટા ઇલેક્ટ્રોનિકસ રેકર્ડ તેમજ અન્ય સંલગ્ન જરૂરી દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી આરોપીઓએ પોતાના પ્લાન મુજબ કાવતરુ રચી પાર પાડી બી.એન.એસ. ક.૩૧૮(૪),૩૩૬(૨)(૩),૩૩૮,૩૪૦,૬૧(૨)(એ) મૂજબ ગુનો કરેલ જે આધારે ગુના કામે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. પકડાયેલ આરોપીનુ નામ (૧) સુનીલભાઈ મોહનભાઈ ચૌધરી ઉ.વ.૪૨ રહે. ગામ.ડિલક્ષ તા.પારનેલ જી.અહમદનગર રાજ્ય.મહારાષ્ટ્ર (૨) રાહુલ મંગેશ પાટીલ ઉ.વ.૩૮ રહે.રુમ.નં ૦૫ આડંશા એપાર્મેન્ટ ચિજવાડા રોડ રાજભરતનગર દત મંદિર પાસે કલ્યાણ ઇસ્ટ જી.થાને રાજ્ય.મહારાષ્ટ્ર (3) નાગેશ કાશીનાથ સુર્વે ઉ.વ.૪૪ રહે.ફ્લેટ નં.૪૦૯ બી/૨ વિંગ પેરજપે સ્કીમ પાગમાળમ ચિપલુન જી.૨ત્નાગિરી રાજ્ય.મહારાષ્ટ્ર ગુનાનો એમ.ઓ – સદરહુ આરોપીઓ રોક સોલ્ટ ના બદલે દુબઈ થી ઈમ્પોર્ટેડ સોપારીનો – જથ્થો વેચાણના હેતું માટે ગેરકાયદેસર રીતે મંગાવિ આયાત કરી, ટેક્ષના નાણા ભરપાઈ નહી કરી, આ સબંધે ઈમ્પોર્ટેડ સોપારીના બદલે રોક સોલ્ટની વિગત દર્શાવી, ખોટા બીલ તેમજ ખોટા ઇલેકટ્રોનિકસ રેકર્ડ તેમજ અન્ય સંલગ્ન જરૂરી દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ ક૨વો આ કામગીરીમા પો.ઈન્સશ્રી એ.એમ.વાળા તથા પો.ઈન્સશ્રી એસ.એસ.વરુ તથા કંડલા મરીન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જોડાયેલ હતા