પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી LCB, પુર્વ -કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની હેરીયર કાર રજી.નં. જીજે-૧૨- એફસી-૯૬૩૬વાળીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઇસમો ભચાઉ હાઇવે વરસાણા પુલીયા પાસ થઇ ગાંધીધામ તરફ આવી રહેલ છે. જેથી એલ.સી.બી. ટીમ ઉપરોકત ગાડીની વોચમાં હતી તે દરમ્યાન હકીકતવાળી હેરીયર કાર ઇન્દીરાનગર સ્મશાન પુલીયા પાસે આવતા તેને કોર્ડન કરી તેની ઝડતી તપાસ ક૨તા નીચે જણાવેલ બે ઇસમો તથા પ્રોહી.નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી એલ.સી.બી. દ્વારા ચલાવવામાં આવે છે. પકડાયેલ આરોપીઓના નામ. (૧) શૈલેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા ઉ.વ.૨૫ રહે. ભોરારા તા.મુન્દ્રા જી.કચ્છ (૨) ડુલદિપસિંહ ધીરજી ચૌહાણ ઉ.વ. ૨૩ રહે.ડાણોઠી તા.સુઈગામ જી.બનાસકાંઠા હાજર ન મળી આવેલ આરોપીનુ નામ રવિ બિશ્નોઈ રહે. સાંચોર રાજસ્થાન કબ્જે કરેલ મુદામાલની વિગત :- વિદેશી દારૂની ૧ લીટરની સ્કોચ વ્હીસ્કી નંગ-૨૫૨ કિ.રૂ. ૭,૭૪,૦૦૦/- મોબાઈલ ફોન નંગ-૩ કિ.રૂ. ૬૧,000/- ટાટા હેરીયર કાર નં.જીજે-૧૨-એફસી-૯૬૩૬ કિ.રૂ. ૧૦,૦0,000/-કુલ મુદામાલ ડી.રૂ.૧૮,૩૫,૦૦૦/- આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.