ટ્રક સોદા છેતરપિંડીના બંને ઇસમોને બે દિવસના રિમાન્ડ મંજૂર થયા

copy image

copy image

copy image
copy image

ટ્રકના સોદા બાદ રૂપિયા ન આપી બારોબાર ટ્રેક વેચી નાખવાના 6.40 લાખની છેતરપિંડીના ગુનાના બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. બી-ડિવિઝન પોલીસ મથકે મોહસીન અબ્દુલા કુંભારે નોંધાવેલ ફરિયાદ મુજબ દલાલ તરીકે સુલતાન ઓળખ આપનારો આરોપી જેનો મૂળ નામ અકરમ ઇકબાલ પઠાણ (રહે. માંડવી)એ રજાક લતીફ સમા (રહે. માધાપર) સાથે 6.40 લાખની ટ્રકનો સોદા કરાવ્યો હતો. એડવાન્સ 50 હજાર આપ્યા બાદ બાકી છ લાખ ન આપતાં ટ્રક પરત માટે એડવાન્સના 40 હજાર પાછા આપી દીધા છતાં ટ્રક બંને આરોપીઓએ રાજકોટમાં પકાભાઇને બારોબાર 1.75 લાખમાં વેંચી મારી હતી. આરોપીઓની અટક બાદ પૂછતાછમાં  પકાભાઇના સરનામા અને અન્ય આરોપીઓ અંગે સહકાર ન આપતાં આ બંને આરોપીઓની  રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા બંનેના બે દિવસના તા. 16/8 સુધીના રિમાન્ડ છઠ્ઠા અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે મંજૂર કર્યા છે. સરકાર તરફે સરકારી વકીલ આર.આર. પ્રજાપતિ હાજર રહી દલીલો કરી હતી.