જુગારનો ગણનાપાત્ર કેશ કરતી રાપર પોલીસ
પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક .શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુત કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર જે.બી.બુબડીયાનાઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ મુકેશભાઇ ચાવડાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત આધારે પાલનપર ગામના બસ સ્ટેશનની સામે આવેલ બાવળોની ઝાડીઓમાં ખુલ્લામાં મોબાઇલની ફલેશ લાઇટના અજવાળે પાલનપર ગામ સીમ વિસ્તારમાં ગંજીપાના વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. > પકડાયેલ આરોપીઓ:- (૧) ભરતભા કાનાભા ગઢવી ઉ.વ-૪૫ રહે-પાંજરાપોળ પાછળ રાપર તા-રાપર (૨) બાબુ સકતાભાઇ ભરવાડ ઉ.વ.૨૪ રહે.ભરવાડવાસ રાપર તા-રાપર કચ્છ (૩) રમેશભાઇ ધનાભાઇ ભરવાડ ઉ.વ-૪૦ રહે. ભરવાડવાસ તા-રાપર-કચ્છ (૪) મહેશ જીવણભાઇ મકવાણા (કોલી) ઉ.વ-૩૨ રહે.ગેલીવાડી રાપર તા-રાપર (૫) દીનેશભાઇ ખેતાભાઈ કોલી ઉવ-૪૦ રહે.સમાવાસ રાપર તા-રાપર-કચ્છ > નાશી જનાર આરોપીઓ:- (૬) રામાભાઇ બાબુભાઇ રજપુત રહે-કિડીયાનગર તા-રાપર કચ્છ (૭) પરબત વનાભાઇ ભરવાડ રહે. ભરવાડવાસ રાપર તા-રાપર કચ્છ (૮) લાલા સકતાભાઇ ભરવાડ રહે-ભરવાડવાસ રાપર તા-રાપર કચ્છ (૯) પરબત બાબુભાઇ ભરવાડ રહે-ભરવાડવાસ રાપર તા-રાપર કચ્છ (૧૦) ભગવાન ઉર્ફે ભગાભાઇ ભીખાભાઈ ભરવાડ રહે-ભરવાડવાસ રાપર કચ્છ કબ્જે કરેલ મુદ્દામાલ:- રોકડા રૂપિયા- ૪૨,૧૪૦/- ગંજીપાના નંગ-૧૦૪ કિ.રૂ.૦૦/૦૦ મો.સા નંગ-૦૭ કિ.રૂ.૧,૮૦,૦૦૦/- મોબાઇલ નંગ-૦૭ કિ.રૂ ૬૦૦૦૦/- એમ કુલ કિ.રૂા. ૨,૮૨,૧૪૦/- આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર જે.બી.બુબડીયા તથા પો.સ.ઈ પી.એલ.ફણેજા તથા રાપર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કરવામાં આવેલ છે.