જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી LCB , પૂર્વ – કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં જુગારની બદી નેસ્ત નાબુદ ક૨વા ખાસ ડ્રાઈવનુ આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાની માં પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. ની ટીમ અંજાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે આરોપી રવીભા મ્યાજરભા ગઢવીનાઓએ પોતાના અંગત ફાયદા સારૂ પોતે ભાડે રાખેલ મકાનમાં બહારથી માણસો બોલાવી તેઓ પાસેથી નાલ ઉઘરાવી ગંજીપાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી/રમાડે છે. તેવી ચોક્કસ હકીકત આધારે એલ.સી.બી. ની ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કારી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવ્યા મુજબના આરોપીઓ મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓના નામ (૧) રવીભા મ્યાજરભા ગઢવી ઉ.વ. ૨૨ રહે. પ્લોટ નં. ૨, સર્વે નં. ૧૩૧, મહાવીરનગર-૨, મેઘપર બોરીચી તા.અંજાર (૨) મહેન્દ્ર રતનભાઈ ધાયટી (રાજપુત) ઉ.વ. ૨૪ ૨હે. ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં રાજપુત વાસ, સુંદરપુરી ગાંધીધામ (3) હિતેશભા લક્ષ્મણભા ગઢવી ઉ.વ. ૨૬ રહે. મ.નં. ૮૨, સ્વામીનારાયણ નગર,મેઘપર બોરીચી તા.અંજાર (૪) પ્રવિણભાઈ બાબુભાઈ રાઠોડ ઉ.વ. ૩૫ રહે. આહિરવાસ સુંદરપુરી ગાંધીધામ (૫) રમેશભાઈ મોહનભાઈ ગઢવી ઉ.વ. ૩૬ રહે. આહિરવાસ સુંદરપુરી ગાંધીધામ (૬) ભરતભા ખોડાભા ગઢવી ઉ.વ. ૨૩ ૨હે. મ.નં. ૮૧,સ્વામીનારાયણ નગર,મેઘપર બોરીચી તા.અંજાર (૭) લખનભાઈ બાબુભાઈ રાજપુત ઉ.વ. ૪૭ રહે. મ.નં. જી.એફ.૧૮, પ્લોટ નં. ૨૭૭/309, ગુરૂકુળ વિસ્તાર ગાંધીધામ (૮) દિનેશભા ઉર્ફે કરશનભા નારણભા ગઢવી ઉ.વ. ૨૭ ૨હે. પ્લોટ નં.૧૦૦ સી.ડી.એકસ- બી,પાંચવાડી આદિપુર કબ્જે કરેલ મુદ્દામાલની વિગત રોકડા રૂ. ૨,૨૯,૦૦૦/- મોબાઈલ ફોન નંગ-૪ કિ.રૂ. ૮૦,૦00/- ગંજી પાના નંગ-પર કિ.રૂ.00/00 કુલ મુદ્દામાલ કિ.રૂ. ૩,૦૯,૦૦૦/- આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.