કેરામાં વરલી મટકાનો જુગાર રમતા બે ઇસમો ઝડપાયા
ભુજ તાલુકાના કેરામાં મિલન બજારમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઈસમને માનકૂવા પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 4,050 હસ્તગત કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ગામના બસ સ્ટેશન પાસે જાહેરમાં આંક ફરકનો હારજીતનો જુગાર રમતા પૃથ્વીરાજસિંહ હરદેવસિંહ જાડેજા અને રમજાન જુસબ નોતિયારને પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 4,050 જપ્ત કર્યા હતા અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.