ભુજમાં ગીતો ગાતાં-ગાતાં ઢળી પડેલાં મહિલાનું મોત નીપજયું

copy image

copy image

ભુજમાં સ્વતંત્રતા દિવસ અંગેના કાર્યક્રમમાં ગીત ગાવા દરમિયાન ઢળી પડેલા ભુજના વાલદાસનગરમાં રહેતા આરતીબેન ગૌતમકુમાર રાઠોડ (ઉ.વ. 54) નામના મહિલાનું મોત નીપજયું હતું. આ ઘટના અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો,  પ્રાપ્ત માહિતી મુજબ, હતભાગી આરતીબેન વાલદાસનગરમાં આવેલા વૃક્ષમિત્ર ગાર્ડનમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ગયા હતા. દરમિયાન તે ગીત ગાઈ રહ્યા હતા ત્યારે જ અચાનક ઢળી પડયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં. પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.