માંડવીના બે દરોડામાં 10 મહિલા સહિત 14 ઝડપાયા
માંડવીમાં જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતી લીલાબેન અજમલભાઈ ભાનુશાળી, શોભનાબેન પ્રકાશભાઈ ચાવડા, જ્યોતિબેન જયંતીલાલ મોતા, મીનાબેન મનીષભાઈ ભાનુશાળી, રીતિકાબેન વાલજીભાઈ મહેશ્વરી, દિવ્યાબા ભરતસિંહ જાડેજા, નિશાબેન શાંતિલાલ મોતા, મણિબેન કાંતિલાલ રાજગોર, રંજનાબા રાજુભા સોઢા અને પારૂલબા શક્તિસિંહ જાડેજાને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 12,060 જપ્ત કર્યા હતા, જ્યારે ભાવનાબેન મોતા નાસી છુટયા હતા. જ્યારે અન્ય એક દરોડામાં માંડવીના દાતણિયાવાસમાં દાદાની દેરી પાછળ ગંજીપાના વડે જુગાર રમતા અરવિંદ છગનભાઈ પટ્ટણી, પ્રકાશ લક્ષ્મણ દાતણિયા, મુકેશ પોપટભાઈ પટ્ટણી અને રાહુલ પૂનમ દાતણિયાને માંડવી પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 3470 હસ્તગત કર્યા હતા.