પુરાસર ગામ નજીક ટ્રકની અડફેટે આવી જતાં કિશોરનું મોત : બે યુવકો ઘાયલ
ભુજ તાલુકાના નાગોર ગામ તરફ જતા પુરાસર ગામના કિશોર રોડની ગોલાઈ પર અજાણી ટ્રકની અડફેટે આવી જતાં ત્રણ કિશોર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે પૈકી એક કિશોરનું મોત નીપજ્યું હતું. જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં માધાપર ખાતે રહેતા સનાઉલ્લા મીશરીસમાએ એમએલસીમાં જણાવેલ વિગતો મુજબ બનાવ ગુરૂવારે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં સનાઉલ્લા સમા અનેતેમનો મામાનો દિકરો ભાઇ સાલમ અબ્દુલ કરીમ સમા (ઉ.વ.૧૭) મોટરસાયકલથી નાગોર ગામેથી પુરાસર ગામે જઈ રહ્યા હતા. ત્યારે ગામ નજીકની ગોલાઈ પાસે તેમના માસીના દિકરાભાઈઓ ઉમર શકુર સમા અને અયુબ કાસમ સમા ભેંસો ચરાવી રહ્યા હતા. ત્યારે બાઈક ઉભુ રાખીને વાત કરવા ગયા હતા. ત્યારે અજાણી ટ્રકના ચાલકે અડફેટે લેતાં સાલમસમાનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. જ્યારે ઉમર અને અયુબને ઈજાઓ પહોંચી હતી. માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથધરી હતી.