અંજારમાં ૧૦ ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેવાયો
અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ૧૦ ગુનામાં ફરાર આરોપીને પોલીસે અંજારમાંથી ઝડપી લીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૯ દારૂનાં અને એક રાયોટિંગનાં ગુનામાં છેલ્લા ૮ મહિનાથી નાસ્તા ફરતા આરોપી જાફરશા કાશમશા શેખ અંજારનાં એકતાનગરમાં પોતાના ઘરે આવ્યો હોવાની બાતમીના આધારે અંજાર પોલીસે આરોપીનાં ઘર પર દરોડો પાડયો હતો. જેમાં પોલીસે આરોપી જાફરશાને પકડી પાડયો હતો.