ધ્રબ અને ચિત્રોડમાંથી બે ડમ્પર અને એક લોડર મશીન ઝડપાયું
અંજાર ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા મુન્દ્રાના ધ્રબ અને રાપરના ચિત્રોડમાં વાહન ચેકિંગ દરમિયાન ખનિજ ચોરી મામલે બે ડમ્પર અને ૧ લોડર મશીન ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ હતી.. અંજાર ખાણ ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી એન.એ.પટેલની સૂચનાથી ટીમ દ્વારા શુક્રવારના ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર સાદી રેતી વહન કરવા સબબ એક ડમ્પર અને રેતી ખનન કરતા ૧ લોડર મશીનને પકડી પાડી નિયમોનુસાર સીઝ કરવામાં આવ્યા હતા. જયારે રાપર તાલુકાના ચિત્રોડ ગામ પાસે વાહન ચેકિંગની કાર્યવાહીમાં એક ડમ્પરમાં ગેરકાયદેસર રીતે ચાઈના કલે ખનિજનું વહન કરતાં ઝડપી લઈ તેને ગાગોદર પોલીસ સ્ટેશનમાં સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.